Paramedical Courses
Fill Up the Form:
ટી.એન્ડ ટી.વી. સેન્ટર ફોર પેરામેડીકલ કોર્ષીસ દ્વારા ધોરણ-૧૨ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે એક અનેરી તક ઉભી કરવામાં આવી છે જેમાં હોસ્પિટલમાં જરૂરી એવા પેરામેડીકલ સ્ટાફની ઉચ્ચ ગુણવત્તા સભર તાલીમ અને શિક્ષણનું આયોજન કરવામાં આવેલ છે. વિકસતા સમાજમાં હોસ્પિટલ એક અગત્યનો ભાગ છે જેમાં કુશળ કર્મચારીઓ (સ્કીલ પર્સન) ની હરહંમેશા જરૂરીયાત રહેલી હોય છે. હાલની પરિસ્થિતિ પર નજર કરતાં આધુનિક યુગમાં કુશળ કર્મચારીઓની માંગ સામે યોગ્ય તાલીમ મેળવેલ કુશળ કર્મચારીઓ પૂરતા મળતા નથી. સંસ્થાએ સરકાર માન્ય પેરામેડીકલ કોર્ષનું આયોજન કરેલ છે જેમાં સરકાર માન્ય અને પેરામેડીકલ કાઉન્સીલ ઇન્ડિયા, ન્યુ દિલ્હી ના માર્ગદર્શન હેઠળ નકકી કરેલા અભ્યાસક્રમ પર આધારીત કોર્ષનું આયોજન કરવામાં આવેલ છે. ભારતમાં કુશળ પેરામેડીકલ કર્મચારીઓની તીવ્ર તંગી છે. આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૧૦ લાખ કુશળ પેરામેડીકલ કર્મચારીઓની જરૂર છે. આ કર્મચારીઓ વધારવાની તેમજ તેમની કુશળતા સુધારવા માટે ગુણવત્તા સભર પ્રશિક્ષણ આપવાની તાતી જરૂરિયાત છે. તેથી ભારતનાં આરોગ્ય વિભાગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટી.એન્ડ ટી.વી. સેન્ટર વર્ષ ૨૦૧૯ થી પેરામેડીકલ અભ્યાસક્રમો શરૂ કરવા જઇ રહ્યા છે.
કોર્ષની માહિતી
- Diploma in medical laboratory technician (ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી એન્ડ ટેકનીશ્યન)
- Radiology technology (રેડીયોલોજી ટેકનોલોજી)
- Operation theatre technology (ઓપરેશન થીયેટર ટેકનોલોજી)
1. Medical laboratory technician (ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી એન્ડ ટેકનીશ્યન)
MLT Technician Hospital માં દાખલ થતા કે તપાસ માટે આવતા દર્દીઓના શરીરના વિવિધ ઘટકો ડોકટરના માર્ગદર્શન મુજબ લઇ લેબોરેટરીમાં નિદાન માટે આપે છે તેમજ તેની તપાસ કરે છે અને આમ ડોકટરને રોગનુંં યોગ્ય નિદાન કરવામાં તેમજ દર્દીના શરીરમાં ઉભી થયેલી ખામીનું યોગ્ય કારણ જાણવામાં મદદરૂપ થાય છે આ કાર્ય પધ્ધિતસર કઇ રીતે કરવું જેમ કે લોહીની મળમૂત્ર વિગેરેની તપાસ અને કલેકશન ટેકનિક શીખવાડવામાં આવે છે. વધુમાં…
- લેબોરેટરીમાં દર્દીના રોજના નિદાન માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ ઉપકરણો (ઈઠઉાપમઇનતી નું ઉપયોગ કરી સચોટ નિદાન માટે ડોકટરને મદદરૂપ થવું.
- લેબોરેટરીમાં આવેલા દર્દીનાં ઘટકોનું યોગ્ય રીતે નામકરણ કરી યોગ્ય પધ્ધિતસર ઉપકરણો(ઈઠઉાપમઇનતી માંથી રિપોર્ટ જનરેટ કરાવવો.
- દર્દીનું વિવિધ નાડીમાંથી લોહી લેવું તેમજ તે લોહી લેવાની પધ્ધિતસરની ક્રિયા તેનું યોગ્ય રીતે નામકરણ કરી લેબોરેટરીમાં પહોંચાડવું અને તેનો રીપોર્ટ બનાવવો.
- આ જ રીતે દર્દીના શરીરના અન્ય ઘટકો ને કલેકશન કરી યોગ્ય રીતે લેબોરેટરીમાં પહોંચાડવું અને તેનો રિપોર્ટ બનાવવો.
2. Radiology technology (રેડીયોલોજી ટેકનોલોજી)
આ કોર્ષમાં દર્દીના શરીરનાં જે તે ભાગમાં સમસ્યા હોય અને ડોકટર દ્રારા જે તે ભાગનો ક્ષ- ત્અય કરવાનો માર્ગદર્શન મળ્યુ હોય ત્યારે દર્દીને કઇ રીતે પોઝીશન આપી અલગ અલગ દિશાથી ક્ષ- ત્અય ફાલમ લેવી અને કઇ રીતે દર્દીની સમસ્યાનું નિદાન ડોકટર વધુ સારી રીતે કરી શકે તેમાં મદદરૂપ થવું. તે અંગેનું પધ્ધિતસરનું શિક્ષણ તેમજ તાલીમ આપવામાં આવે છે. વધુમાં…
- આ અભ્યાસક્રમમાં CT scan Machine તેમજ MRI Machine જેમાં પેસેન્ટના શરીરની નામાના નાની ઇર્જા, ખામી, બિમારીનું સંચોટ નિદાન કરી શકાય તે અંગે માહિતી તેમજ તાલીમ આપવામાં આવે છે.
- જયારે દર્દીને ઇજા થઇ હોય ત્યારે યોગ્ય સારવાર આપવા માટે તાત્કાલિક શરીરના ભાગનું X- Ray લેવો. X- Ray લીધા બાદ રીપોર્ટ તૈયાર કરી ડોકટરને આપવામાં આવે છે.
- વિવિધ X- Ray મશીનનું યોગ્ય રીતે સંચાલન કરવું. દા.ત. X –Ray Room Machine, Portable X – Ray, C- Arm X – Ray Machine
- X- Ray લેવા માટે દર્દીને X- Ray Table ઉપર યોગ્ય પોઝીશન આપવી . અલગ અલગ એન્ગલથી X –Ray પાડવો જેથી યોગ્ય નિદાન થઇ શકે.
3. Operation theatre technology (ઓપરેશન થીયેટર ટેકનોલોજી
· ડિપ્લોમા ઇન ઓટી ટેક્નિશિયન અથવા ઓપરેશન થિયેટર ટેક્નોલોજી એ બે વર્ષનો સ્નાતક અથવા ડિપ્લોમા સ્તરનો કોર્સ છે જે કોઈપણ 10મું અને 12મું ધોરણ પાસ આઉટ કરી શકે છે જો તે અથવા તેણી દવા અને સર્જનના ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતો હોય. કોર્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે વિદ્યાર્થીઓને ડોકટરો, નર્સો અને અન્ય તબીબી કર્મચારીઓને મદદ કરવા અને ઓપરેશન થિયેટરની અંદર વિવિધ જટિલ કાર્યો કરવા માટે તાલીમ આપવા જઈ રહ્યો છે.
· ઉમેદવાર પાસે ભારતમાં માન્ય શિક્ષણ બોર્ડમાંથી 10મા અને 12મા ધોરણમાં પાસનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
· ઉમેદવારે તેમની 10મી અને 12મી બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન અને ગણિત વિષયનો મુખ્ય વિષય તરીકે અભ્યાસ કર્યો હોવો જોઈએ.
ઉમેદવારે તેમના 12મા ધોરણમાં તેમના વૈકલ્પિક વિષયોમાંના એક તરીકે જીવવિજ્ઞાન હોવું જોઈએ, અમુક યુનિવર્સિટીઓ ઓપરેશન થિયેટર ટેકનિશિયનમાં ડિપ્લોમા ધરાવતા વિદ્યાર્થી માટે બેઠક પૂરી પાડવા માટે પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે.